પ્રમુખ પદ માટે છ ઉમેદવારો મેદાને : ૧૭૬ જેટલા વકીલો દ્વારા મતદાન કરાશે : ૮૦ થી ૯૦ ટકા મતદાન થવાની શકયતા મોરબી : આજે મોરબી બાર એસોસિએશનનો પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણી જનગ બરાબર જામ્યો છે, પ્રથમ વખત જ પ્રમુખબપદ માટે છ-છ ઉમેદવારો મેદાને હોય ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી છે. મોરબી જીલ્લા બાર એસોસીએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટેરી , જોઈન્ટ સેક્રેટેરી અને કારોબારી સભ્ય માટેની ચુંટણી માટે સવારથી મતદાન શરુ થયું છે જે બપોર સુધી ચાલશે અને સાંજે પરિણામ પણ જાહેર થઈ જશે. બાર એસોસિએશનના ચૂંટણી જંગમાં પ્રમુખ પદની રેસમાં ૧. પી.ડી. માનસેતા, ૨. બીજેશ એચ. નંદાસણા, ૩. રાઠોડ જયરાજસિંહ પી. ૪. જીતેન્દ્રસિંહ આર. જાડેજા, ૫. . એન.એ. પંડ્યા મેદાને છે ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે ત્રણ અને સેક્રેટરી માટે ત્રણ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી જોઈન્ટ સેક્રેટરી બે ઉમેદવારીના ફોર્મ ભરાયા હતા અને કારોબારી સભ્ય માટે ત્રણ બિન હરીફ ઉમેદવાર મેદાને છે. દરમિયાન બાર એસોસિએશનમાં નોંધાયેલ આશરે ૧૭૬ વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા હતા, બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત જ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાને હોય ચૂંટણી જંગ રસાકસી વાળો બન્યો છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='15674,15675,15676']