મોરબી : મોરબીના શંકર આશ્રમ નજીક નદી કાંઠેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને લાશને પીએમ માટે ખસેડી મહિલાના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ મોરબીના શંકર આશ્રમ નજીક નદી કિનારેથી આજે અંદાજે ૫૦ વર્ષની ઉંમરના અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાની લાશ નજીકથી કપડાની થેલી, ચપલ વગેરે વસ્તુ મળી આવી છે અને આ મહિલા કપડાં શોવા જતા પગ લપસી જતા મૃત્યુ પામી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટના ની જાણ થતા બી. ડિવિઝન પીએસઆઇ જાડેજા, ભાનુભાઇ આહીર સહીત ની પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ અજાણી મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='15649,15648']