પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ટંકારામા દેશ ભક્તિગીતની રમઝટ બોલશે ટંકારા : આર્યવીર દળ ટંકારા દ્વારા દર વર્ષે યોજાતી 'ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા' નું ભવ્ય આયોજન આગામી ૬૯ માં પ્રજાસતાક પર્વની પૂર્વ સંઘ્યાએ તા.૨૫-૧-૨૦૧૮ ને, ગુરુવારના રોજ રાખવામાં આવેલ છે. આ સ્પર્ઘામાં પાર્ટિસીપેટ કરવા ઇચ્છતા સ્પર્ઘકોએ દેશભક્તિ ગીત સ્પર્ઘાનું ફૉર્મ 'આર્યસમાજ (ત્રણ હાટડી)' તથા 'આર્ય ડેરી ફાર્મ - ટંકારા' એ થી કલેક્ટ કરવાનું રહેશે. દેશભક્તિ ગીત સ્પર્ઘાનો પ્રથમ રાઉન્ડ (ઑડિશન) તા. ૨૨-૧-૨૦૧૮ ને, સોમવાર ના રોજ 'આર્યસમાજ (ત્રણ હાટડી)' ખાતે રહેશે. પ્રથમ રાઉન્ડ (ઑડિશન)માં સિલેક્ટ થનાર સ્પર્ઘકોને ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. 'ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા' નું ફૉર્મ સૉફ્ટ કોપીમાં પણ ઉપ્લબ્ઘ છે અને ડિઝીટલી ઑનલાઈન આર્યવીર દળ - ટંકારાના ઑફિશીયલ Google+ પેઈજ પર ફાઈન્ડ કરી શકાશે તેમજ આ ફૉર્મ આપનું મેઈલ આઇ.ડી.માંથી આપનું નામ, કોન્ટેક ડિટેઈલ્સ aryaveerdaltankara@gmail.com પર મેઈલ કરી અને ઑનલાઈન ફોર્મ મેળવી શકો છો.