મોરબી : મોરબીના ત્રાજપર ચાર રસ્તા નજીક આજે બપોર બાદ ટ્રેકટર પલટી જતા કલાકો સુધી રસ્તો બંધ થઈ ગયો અને લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ મોરબી નેશનલ હાઈવેની બન્ને બાજુએ સર્વિસ રોડ પર ગોઠણ સમાણા ખાડા પડી ગયા હોય રોજે રોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે આજે બપોરે બાદ ત્રાજપર ચાર રસ્તા નજીક લોડિંગ ટ્રેકટર પલટી મારી જતા રસ્તો રીતસર બ્લોક થઈ ગયો હતો. વધુમાં ટ્રેકટર પલટી મારી ગયા બાદ કલાકો સુધી આ ટ્રેક્ટરને રસ્તા પરથી હટાવવા તસ્દી લેવામાં ન આવતા લોકોને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.