મોરબી : મોરબીના ધુટુ રોડ પર આવેલ કારખાનામાં કામ કરતી મહિલાને વિજશોક લાગતા મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ મોરબીના ઘુટુ રોડ પર આવેલ ગાયત્રી ઓઇલમિલ નામના કારખાનાની ઓરડીમાં રહેતા સુનિતાબેન ગુચ્છાભાઈ ઉ.૩૩ નામના મહિલાને ઘેર શોર્ટ સર્કિટ થતા વિજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.