પંચાસર ચોકડી નજીક બાળક ઉપર ટ્રક ફરી ગયો : મોત

- text


વાડી વિસ્તારમાંથી સાયકલ લઈ દરણું દળાવા જઈ રહેલા બાળકને ટ્રક ૪૦ ફૂટ દૂર ઢસડી ગયો

મોરબી : મોરબીના બાયપાસ પર પંચાસર ચોકડી નજીક દરણું દળવવા જી રહેલા બાળકને કાળમુખા ટ્રકે હડફેટે લઈ ૪૦ ફૂટ દૂર સુધી ઢસડી જતા માસુમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર ચોકડી નજીક માધાપર વળી વિસ્તારમાં રહેતા વિજય મકનભાઈ નકુમ ઉ.૧૩ નામનો બાળક આજે સવારે સાયકલ લઈ રાજનગરમાં દરણું દળવવા જઈ રહ્યો હતો ત્યારે પંચાસર ચોકડી નજીક ટ્રક કાળ બનીને ત્રાટક્યો હતો.

- text

વધુમાં ટ્રક નમ્બર જીજે ૨ વીવી ૭૫૩ નમ્બરના ટ્રક ચાલકે માસુમ વિજયને હડફેટે લીધા બાદ ૪૦ ફૂટ દૂર સુધી ઢસડી ગયો હતો અને બાદ માં ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી છૂટ્યો હતો અને વિજયનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે પોલીસે મૃતક બાળકના વાલીની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text