હળવદમાં એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતઃ બે ઘાયલ હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તાર પાસે ઝાલોદથી આવતી એસટી બસે બાઈકને હડફેટે લેતા બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ શહેરના પંચમુખી ઢોરા વિસ્તાર પાસે ઝાલોદથી ગાંધીધામ તરફ જતી એસટી બસએ બાઈક સવાર રાહુલ ઘનશ્યામભાઈ મકવાણા (ઉ.21,રહે. પંચમુખી ઢોરા)ને હડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જયારે કમલેશ બાબુભાઈ કોળી (ઉ.21,રહે. પંચમુખી ઢોરા)ને સામાન્ય ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા જયાં ફરજના તબીબએ પ્રાથમિક સારવાર આપી હતી.અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. શહેરના પંચમુખી વિસ્તાર પાસે આ બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા અને જયાં થોડોક સમય માટે ટ્રાફિક જામ થવા પામ્યો હતો. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='15408,15407']