મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં નજીવી બાબતે આધેડ પર છરીના ઘા ઝીકાતા ચકચાર જાગી છે. જાણવા મળ્યા મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભાણાભાઈ કાતરોડીયા (ઉ.વ.૫૫) તેની જ શેરીમાં રહેતા અરવિંદભાઈ અવચરભાઈ વાઘેલા જાહેરમાં ગાળો બોલતા હોય રમેશભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડતા અરવિંદભાઈએ રમેશભાઈ પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોચાડતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.