મોરબી અપડેટ : મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં વિવિધ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જેમાં તારીખ – 4 થી 10 ડિસેમ્બર દરમિયાન “સુવર્ણપ્રાશન” સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ સપ્તાહની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશન પીવડાવવાથી થતાં ફાયદાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ આયુર્વેદ નિષ્ણાંત જોબનપુત્રા સાહેબ અને ખ્યાતિમેડમના દ્વારા એક દિવસ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. મોરબીના ઘણા વાલીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં તારીખ - 6,7 ડિસેમ્બર દરમિયાન વિનામુલ્યે 1126 જેટલા બાળકોને સુવર્ણ પ્રાસનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા તથા દર મહિને પુષ્યનક્ષત્ર દરમિયાન સાર્થક વિદ્યામંદિરમાં નિયમિત સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવે છે, જેનો લાભ લેવા સાર્થક વિદ્યામંદિર વતી અપીલ કરવામાં આવે છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='15182,15183,15184,15185']