મોરબીમાં ગુર્જર પ્રજાપતિ સમાજનો દ્વિતીય સમુહલગ્નોત્સવ યોજાયો મોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ સમાજનો દ્વિતીય સમુહલગ્નોત્સવ યોજાયો હતો જેમાં દશ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડી ઘરસંસારની શરૂઆત કરી હતી, આ તકે સમાજના મોભી આગેવાનોએ લગ્નનો સાચો ઉદેશ્ય પાર પાડવા સલાહ આપી હતી. મોરબીના કંડલા બાયપાસ સ્થિત ગ્રાઉન્ડ ખાતે પ્રજાપતિ સમાજનો સમુહલગ્નોત્સવ યોજવામાં આવયક હતો જેમાં ૧૦ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ભાણજીભાઈ વરિયા,ખોડાભાઈ પાટડીયા, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના મહામંત્રી દામજીભાઈ સતાપરા, કાન્તિભાઈ ખોખર, દામજીભગત તથા મેહુલદાસ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા. સમુહલગ્નમાં જોડાયેલ દીકરીઓને કારીયાવરમાં અનેક ભેટ સોગાદો આપવામાં આવી હતી અને સમાજના અગ્રણીઓએ યુવાપેઢીને ફેશનથી દૂર રહી કુટુંબભાવના અને કરકસરયુક્ત જીવનશૈલી અપનાવી બાળકોમાં અને યુવાનોમાં શિક્ષણનો વ્યાપ વધારવા શીખ આપી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવી ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા દ્વિતીય સમુહલગ્નના આયોજનને દીપાવવામાં આવ્યું હતું. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='15170,15171,15172,15173']