મોરબી : મોરબીના વણકરવાસમાં રહેતો ૧૫ વર્ષનો મંદબુદ્ધિનો બાળક ઘેરથી બહાર નીકળી ગુમ થઈ ગયા બાદ શોધખોળ કરવા છતાં ન મળી આવતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યા મુજબ મોરબીના વણકરવાસમાં રહેતો ચીરાગ ગણપતભાઈ જાદવ ઉ.૧૫ નામનો માસુમ બાળક મંદબુદ્ધી નો હોય બપોરના ઘરે થી ગુમ થતા બાળકના પિતા ઞણપતભાઈ જાદવે પ્રથમ પરીવાર સાથે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ છતા કોઈ પત્તો ન લાગતા બાદમા બાળકના પિતા ગણપતભાઈ જાદવે મોરબી એ ડિવીઝન પોલીસ મથકે જાણ કરતા એ ડિવીઝન પીઆઈ આર.જે.ચૌધરી સહીતના સ્ટાફે બાળકને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.