મોરબી અપડેટની મતદાન કરો અને સેલ્ફી મોકલો અપીલને જબરો પ્રતિસાદ

- text


જાગૃત બની મતદાન કરવા બદલ મતદારોનો આભાર : ટીમ મોરબી અપડેટ

મોરબી : મોરબી શહેર અને જિલ્લાની જનતા માટે સતત જાગૃત બની દિવસ-રાત રજે-રજના સમાચાર પહોંચાડતી મોરબી અપડેટની ટીમ દ્વારા ચૂંટણી દરમિયાન અને આજે મતદાનના દિવસે મોરબી જિલ્લાના લોકોને સતત જરૂરી અને સત્ય તેમજ તટસ્થ સમાચારોથી અપડેટ રાખવાના પ્રયાસની વચ્ચે આજે મોરબી અપડેટ દ્વારા અમે મતદાન કર્યું..તમે કર્યું ?? # આવોમતદાનકરીએ સેલ્ફી કેમ્પિયન ચલાવાયું હતું. જેમાં જાગૃત મતદારો માટે મતદાન કરો અને સેલ્ફી મોકલો અપીલને જબરો પ્રતિસાદ સાંપડ્યો છે અને સાંજ સુધીમાં ૫૦૦થી વધુ જેટલી સેલ્ફી મોરબી અપડેટની ટીમને મળી હતી જે તમામ સેલ્ફી મોરબી અપડેટ ફેસબુકના માધ્યમથી જન-જન સુધી પહોંચાડી અન્ય મતદારોને પણ મતદાન માટે જાગૃત કરવા નાનકડો પ્રયાસ કર્યો હતો. મોરબી જિલ્લાના લોકોએ મોરબી અપડેટના અમે મતદાન કર્યું..તમે કર્યું ?? # આવોમતદાનકરીએ સેલ્ફી કેમ્પિયનને વધાવી લઇ આટલો બોહળો પ્રતિસાદ આપવા બદલ મોરબી અપડેટ ટિમ સૌનો આભાર વ્યકત છે.

- text

મોરબી જિલ્લાના તમામ સ્થાનિક સમાચારોની અપડેટ માટે ફેસબુક પર #morbiupdate નું પેઈજ લાઈક કરો અને લોગીન કરો www.morbiupdate.com

- text