મોરબી : આજે પ્રથમ તબક્કાના મતદાનમાં મોરબી જિલ્લામાં વાંકાનેર બેઠકમાં ૧૨ થી ૧૪ બેઠકોમાં ઇવીએમ બદલવા પડ્યા હતા. જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં આજે સવારથી સૌથી વધુ મતદાન મથકો વાંકાનેર બેઠકમાં બગડ્યા હતા અને કુલ ૧૨થી ૧૪ મશીન બદલવા પડ્યા હતા જ્યારે મોરબીમાં ૪ અને ટંકારા બેઠકમાં એક મશીન બદલવું પડ્યું હોવાનું રિટર્નીગ ઓફિસરે સતાવાર રીતે જણાવ્યું હતું. જયારે માળિયાના હરીપર ગામે પણ બે થી ત્રણ વાર ઈવીએમમાં ટેક્નિકલ ખામી સર્જાયાનું જાણવા મળ્યું હતું.