ખરાબ હવામાનના કારણે રાહુલ ગાંધી મોરબીની સભામાં આવી ના શક્યા

- text


મોરબી : ખરાબ હવામાનના કારણે આજે મોરબી ખાતે યોજાયેલ રાહુલ ગાંધીની જાહેરસભા રદ્દ કરવામાં આવી હતી, જો કે મોરબી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓએ આ જાહેરસભાને સંબોધી હતી પરંતુ વરસાદી માહોલમાં જોઈએ તેટલી જનમેદની એકત્રિત થઈ ન હતી.

આજે ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કચ્છની મુલાકાતે હતા જ્યાં સભા સંબોધી તેઓ મોરબી ખાતે જાહેરસભાને સંબોધનાર હતા પરંતુ વાવઝોડું ઓખીને કારણે તેઓનું હેલિકોપ્ટર નિર્ધારિત સમયે ઉડી ન શકતા મોરબી ખાતે બપોરે ૩ કલાકે યોજાનાર જાહેરસભામાં તેઓ હાજર રહી શક્યા ન હતા.

- text

જો કે રાહુલ ગાંધીની ગેરહાજરી અને ખરાબ મોસમને કારણે કોંગ્રેસની જાહેરસભામા ધાર્યા મુજબ જનમેદની થઈ ન હતી છતાં પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓએ આ સભામાં સંબોધન કર્યું હતું.

દરમિયાન રાહુલ ગાંધીનો મોરબી પ્રવાસ રદ્દ થયો હોવાનું મોરબી-માળીયા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાએ સતાવાર જાહેર કરી પ્રજાજનોની ક્ષમા માંગી હતી.

- text