હળવદમાં ૯૧ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

- text


 

હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે કોળી યુવાનના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૯૧ બોટલ ઝડપી લેતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદના બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં રહેતા નિતેષ લાલજી કોળી નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં વિદેશીદારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતાં હળવદ પીએસઆઇ સી.એસ.શુકલ, સ્ટાફના મહેશભાઈ બાલાસરા તથા અજિતભાઈ ડોડીયા સહિતના સ્ટાફે દરોડો પડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે નિતેષ કોળીના મકાનમાંથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૯૧ બોટલ કિંમત રૂપિયા ૨૭,૩૦૦ કબ્જે કરી હતી, જો કે આરોપી નિતેષ હજુ ઝડપાયો નહોય પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નિતેશને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

ફાઈલ ફોટો

 

- text