મોરબીના ઊંટબેટમાંથી બે દેશી બંદૂક સાથે યુવાન ઝડપાયો

- text


નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એસઓજી સ્ટાફને મળેલી સફળતા

મોરબી : મોરબી તાલુકાના ઊંટબેટ (શામપર) ગામેથી એસઓજી સ્ટાફે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એક યુવાનને દેશી બનાવટની બે બંદૂક સાથે ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસઓજી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ મોરબી તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મકવાણાને મળેલ બાતમીને આધારે તાલુકાના ઊંટબેટ (શામપર) ગામેથી જમાલભાઈ સીદીકભાઈ રાઠોડ,જાતે સંધી, ઉ.૩૫, ધંધો ખેતીકામ વાળા પાસેથી પરમીટ વગર દેશી બનાવટની બબ્બે બંદુક કિંમત રૂપિયા ૭૦૦૦ સાથે રાખી મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવેલ હતો. આ કામગીરી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેડ.કોન્સટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, જાડેજા,જયસુખભાઈ વસીયાણી,ફારૂકભાઈ પટેલ પટેલ, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા,તથા વિજયભાઈ ખીમાણિયા સહિતનાઓએ કરી હતી.

- text

- text