મોરબીમાં પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ રીઢો ગુન્હેગાર ઝડપાયો

- text


મોરબી: મોરબી એસઓજી ટીમે અત્રેની રવિરાજ ચોકડી નજીકથી પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ રીઢા ગુન્હેગરોને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ અનેક ગુન્હામાં સંડોવાયેલ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારનો રમેશભાઈ બાબુભાઇ સાતોલા (કોળી) ઉ.૩૫ નામનો રીઢો ગુન્હેગાર હદપાર હોવા છતાં મોરબીમાં આંટાફેરા કરતો હોવાની બાતમી મળતાં એસઓજી પીઆઇ એસ.એન.સાટીની સૂચનાથી એસઓજી સ્ટાફના એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ, હેડ.કોન્સ.પ્રવિણસિંહ ઝાલા, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા તથા ભરતસિંહ ડાભીએ ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથક હવાલે કર્યો હતો.

 

- text