બાબા સાહેબની પ્રતિમાને દુગ્ધાભિષેક : બંધારણનો સમાનતાનો હેતુ સિદ્ધ કરવા તમામ વર્ગના લોકો સાથે ચા-પાણીનો અનોખો કાર્યક્રમ યોજાયો મોરબી : ભારતના બંધારણ સર્વ ધર્મ સમાનતાનો અનોખો ભાવ મૂળમાં સમવાયો છે ત્યારે રવિવારે મોરબીમાં સંવિધાન દિવસની અનોખી ઉજવણી કરી બાબા સાહેબની પ્રતિમાને દુગ્ધાભિષેક કરી તમામ વર્ગના લોકોને સાથે બેસાડી ચા-પાણી પીવડાવવાનો અનોખો કાર્યક્રમ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો. રવિવારે સંવિધાન દિવસ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સાંજે ૬:૦૦ કલાકે બાબા સાહેબની પ્રતિમાને દુગ્ધાભિષેક કરી સંવિધાનને વધાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેશના બંધારણના હાર્દમાં સમાયેલ સર્વ ધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાત્રે ૯:૦૦ કલાકે મોરબીની સાર્વજનિક પ્રા. શાળા ખાતે તમામ વર્ગ અને સમાજ ના લોકો સાથે બેસી ચા-પાણી લઇ સમાનતા નો હેતુ સિદ્ધ થાય તે અનુસંધાને એકત્રિત થઈ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='14603,14604,14605,14607,14608,14606']