ટીજેએસબી બેન્ક મોરબી દ્વારા યોજાશે અનોખું પ્રદર્શન:સો ટ્રીલિયન ડોલરની નોટ આકર્ષણનું કેન્દ્ર મોરબી:આગામી ત્રીજી ડિસેમ્બરે મોરબીમાં એક જ સ્થળે વિશ્વના ૧૯૩ દેશોની અવનવી ચલણી નોટો જોવા મળશે, ટીજેએસબી સહકારી બેન્ક મોરબી દ્વારા આ અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ટીજેએસબી મલ્ટી સ્ટેટ સહકારી બેન્ક મોરબી શાખા દ્વારા આગામી ત્રીજી ડિસેમ્બરે ઇમ્પીરિયલ પ્લાઝા સનાળા રોડ ખાતે વિશ્વના ૧૯૩ દેશોની અલગ-અલગ વિશેષતા ધરાવતી ચલણી નોટોનું પ્રદર્શન યોજવામાં આવું છે જેમાં વેસ્ટ ઇન્ડિઝ ગયાનાની ભગવાન શ્રી કૃષ્ણની રંગ પાચમની કૃતિ વાળી ચલણી નોટ, ઇન્ડોનેશિયાની ગણપતિ ભગવાનની છાપ વાળી નોટ, ઝિમ્બાબ્વેની સો ટ્રીલિયન ડોલરવાળી નોટ સહિતની નોટ જોવા મળશે. જેથી આ અનોખા પ્રદર્શનનો લ્હાવો લેવા ટીજેએસબી બેન્કની મોરબી શાખાની યાદીમાં જણાવાયું છે.