તસ્કરો તિજોરી તોડી ૩૭૦૦ની રોકડ તથા કોમ્પ્યુટર ઉઠાવી ગયા મોરબી:મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ જીએસએફસીના ગોડાઉન કમ ઓફિસમાં ત્રાટકી તસ્કરો રોકડ અને કોમ્પ્યુટર ઉઠાવી જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ શનાળા બાયપાસ નજીક આવેલ ધ્રુવ હોસ્પિટલ સામે આવેલા કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટકયા હતા અને જીએસએફસીના ગોડાઉન કમ ઓફિસના પાછળના ભાગે ગ્રીલ તોડી ચોરી કરી હતી. વધુમાં તસ્કરોએ ખાતરના ગોડાઉનમાં ખાતર પડી કોમ્પ્યુટર તથા તિજોરી તોડી ૩૭૦૦ની રોકડ રકમ ચોરી કરી જતા આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. [gallery td_select_gallery_slide='slide' ids='14505,14506,14507,14508,14509,14510,14511']