નાણાંકીય લેતી દેતિમાં એક માસ પૂર્વે આપઘાત કરી લેનાર મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં એકાદ માસ પૂર્વે આપઘાત કરી લેનાર યુવાનને નાણાંકીય લેતી દેતિમાં મરવા મજબુર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ મોરબી બી ડિવિઝનમાં નોંધાઇ છે. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ગત તારીખ ૩૦/૧૦ ના રોજ મોરબીના અરુણભાઈ પાટોડીયાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકના સુરત રહેતા ભાઈ યોગેશ મગનભાઈ પટોડીયાએ બી ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી ઓઈટના ભાઈને નાણાંકીય લેતી દેતીમાં ભરત મગન દસાડીયા, ઘેલા નવીન કાલાવાડિયા, રામજી ઝાલાવડીયા, પ્રકાશ અને ઉકાભાઈ ભરવાડ સાહિતનાઓએ મરવા મજબુર કરતા આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આરોપીઓ પૈકી બે વિરુદ્ધ મૃતક યુવાને અગાઉ પોલીસ ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરતાં ચકચાર જાગી છે.