હળવદ-ધ્રાંગધ્રા બેઠક માટે કોંગ્રેસના પરસોતમભાઈ સાબરીયાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું

- text


મોરબી જિલ્લાના પ્રમુખ અને અગ્રણી અને ઉદ્યોગપતિ તેમજ ઠાકોર સમાજના આગેવાનએ હળવદમાં કાર્યકરો સાથે વાજતેગાજતે રેલી યોજી

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં
હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પરથી પરસોતમભાઈ સાબરીયાને ટીકીટ ફાળવવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને મહાનુભાવો સાથે પરસોતમ સાબરીયાએ આજે હળવદથી રેલી સાથે પ્રસ્થાન કરી ધ્રાંગધ્રા તાલુકા સેવાસદન ખાતે ઉમેદવારી નોંધાવી હતી.
ઠાકોર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ પરસોતમભાઈ સાબરીયાએ કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું આતકે સુરેન્દ્રનગર જીલ્લા કોગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ,મોરબી જીલ્લાપંચાયતના સદસ્ય હેમાંગભાઈ રાવલ,હળવદ તાલુકા કોગ્રેસ સમીતિના પ્રમુખ ડો.કે.એમ .રાણા, ગોપાલભાઈ મેવાડા,દેવાભાઈ ભરવાડ,ઘોઘજીભાઈ પરમાર,હળવદ સહેર પ્રમુખ શૌલેષભાઈ,દીપકભાઈ પટેલ,મહેન્દ્રભાઈ ગેડીયા,સહીત ધ્રાંગધ્રા/હળવદના મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો ધ્રાંગધ્રા ખાતે જોડાયા હતા.

- text

- text