મોરબી:૬૬-પડધરી-ટંકારા બેઠક ઉપરથી ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર લાલિતભાઈ કગથરા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. ૧ ઓગષ્ટ ૧૯૫૭ ના રોજ જન્મેલા લલિતભાઈ કગથરાએ બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે અને ખેતીની સાથે સાથે પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. લલિતભાઈની રાજકીય કારકિર્દી જોઈએ તો યુવાવસ્થાથી જ લડાયક નેતૃત્વ ધરાવી છેલ્લા ૩૫ વર્ષથી રાજકારણ માં સક્રિય છે એ અગાઉ ૨૦૦૫ માં જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યાં છે અને ટંકારા બેઠક ઉપરથી ૨૦૦૨ માં કોંગ્રેસ,૨૦૧૨ માં અપક્ષ અને ૨૦૧૪ માં કોંગ્રેસ વતી ચૂંટણી લડ્યા હતા પરંતુ હરનો સામનો કરવો પડ્યો હતો. હાલ લલિતભાઈ કગથરા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે બિરાજમાન છે અને વર્તમાન વાતાવરણ જોતા ભાજપ પ્રત્યે પાટીદારોની નારાજગી જોતા ટંકારા બેઠક પર તેમને ફાયદો મળે તેમ હોવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.