મોરબી:મોરબી એલસીબી પોલીસે અત્રેના ઘુટુ રોડ ઉપરથી એક યુવાનને દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમે હકીકતને આધારે મોરબી ઘૂંટુ રોડ ઉપરથી માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા દિલીપ ઉર્ફે ટકો કાનજીભાઈ ઉભડિયા ઉ.૨૧ ને દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ અને એક ફૂટેલા કારતુસ સાથે ઝડપી લીધો હતો. વધુમાં આ મામલે આર્મ્સ એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.