મોરબી:મોરબી જિલ્લાની ૬૬ - ટંકારા બેઠક માટે દાવેદારી કરનાર અરવિંદ બારૈયાની ટીકીટ કપાતા દોષનો ટોપલો સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપર ઢોળી બગાવતના સુર છેડનાર અરવિંદ બારૈયા શાંત પડી ગયા છે. ગઈકાલે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી અપક્ષ લડવાની જાહેરાત કરનાર અરવિંદ બારૈયા આજે સવારે અચાનક જ ગુસ્સો ભૂલી જઈ રાઘવજીભાઈ ગડારાના સમર્થનમાં પાર્ટી લાઈનમાં આવી ગયા હતા.