હળવદ:હળવદ તાલુકાના જુના ટીકર ગામે રણથી ઢસી તરફ જવાના રસ્તેથી એસઓજી સ્ટાફે કોળી યુવાનને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે. મોરબી એસઓજી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે જુનાટીકર ગામ નજીકથી રણથી ઢસી જવાના રસ્તે ભુપત મગનભાઈ ઇટોદરા ઉ. ૩૬, રહે.જુના ટીકર વાળો પાસ પરમીટ વગર દેશી બનાવટની બંદુક સાથે રાખી મળી આવતા, આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવેલ હતો. આ કામગીરી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેડ.કોન્સટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા,પ્રવીણસિંહ ઝાલા, જાડેજા,જયસુખભાઈ વસીયાણી,ફારૂકભાઈ પટેલ પટેલ,નરેન્દ્રસિંહ જાડેજા,ભરતસિંહ ડાભી,ધર્મેન્દ્રભાઈ વાઘડિયા,તથા વિજયભાઈ ખીમાણિયા સહિતનાઓએ કરી હતી.