ગેરકાયદે હથિયાર ચેકીંગ દરમિયાન વિશિપરામાંથી રાજકોટના કુખ્યાત ઇભલા અને તેના બે ભાઈઓને પોલીસે દબોચ્યા મોરબી: મોરબી એલસીબીની ટીમે ગેરકાયદે હથીયાર સાથે રાજકોટના સંખ્યાબંધ ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત ઇભલા ખાટકી સહિત ત્રણને ઘાતક હથિયારો સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. જાણવા મળતી વિગતો વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે મોરબી એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમ ગેરકાયદે હથિયારો ઝડપી લેવા ચેકીંગ કરતા હતા ત્યારે વિશિપરામાંથી (૧)ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો કારીમભાઈ કથરોટિયા,ખાટકી રે.મોરબી રોડ, રાજકોટ વાળાને પિસ્તોલ સાથે, (૨)મહમદ કરીમભાઇ કથરોટિયા, રે. વિશિપરા, મોરબીવાળાને છરી સાથે તથા (૩) સલીમ કારીમભાઈ કથરોટિયા રે.મોરબી રોડ રાજકોટ વાળાને છરી સહિત ૧૦૨૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટનો કુખ્યાત ઇભલો તથા તેના બે ભાઇઓ દબોચી લઇ પોલીસે પુછતાછ હાથ ધરી છે. ગેરકાયદે હથીયાર પણ કબ્જે લેવાયું હોઇ તે અંગે તપાસ થઇ રહી છે. ઇભલા સહિતના પરિવારજનો રાજકોટમાં ફાયરીંગ, હત્યાની કોશિષ, ધમકી, રાયોટીંગ, લૂંટ સહિતના ગુનામાં ઉપરાંત અન્ય પાંચ ગુનામાં ફરાર હતા. ઉપરાંત મારામારી, ધમકી, રાયોટ, હત્યાની કોશિષ સહિતના ગુનાઓ પણ ત્રણેય વિરુદ્ધ નોંધાયેલા છે.