મોરબી:મોરબી તાલુકાન લાલપર ગામે ગઈકાલે રાત્રીના રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા મૂળ મધ્યપ્રદેશની પરણીતાનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપરમાં રહી થર્મોકોલના કારખાનામાં મજૂરી કામ કરતા પૂજાબેન રમકાન્તભાઈ રાવત ઉ.૨૩ મૂળ મધ્યપ્રદેશની વતની પરણીતાનું ઘરે રસોઈ બનાવતા દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું. વધુમાં મૃતકના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હોવાનું અને સંતાન ન હોવાનું જાણવા મળ્યું છે,આ મામલે રાજકોટ પ્ર.નગર પોલીસે પ્રાથમિક કાગળો કરી મોરબી તાલુકા પોલીસને મોકલી આપ્યા છે.