વધુ ૧૪ ઉમેદવારીપત્રો ઉપડ્યા:૬૫-મોરબી અને ૬૭-વાંકાનેરમાં એક-એક અપક્ષ ઉમેદવારીપત્રો ભરાયા મોરબી : મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ઉમેદવારીપત્ર ભરવાના ત્રીજા દિવસે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવવાનું ખાતું ખોલાવ્યું હતું. મોરબી જિલ્લાની વિધાનસભા મત વિભાગની ત્રણ બેઠકમાં ઉમેદવારીપત્ર ભરવાના ત્રીજા દિવસે ૬૫—મોરબી વિધાનસભા બેઠકમાં એક ઉમેદવારીપત્ર ભરાયું છે. જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી સુભાનભાઇ પોપટભાઇ મુલતાનીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે ૬૬-ટંકારા બેઠકમાં એકપણ ઉમેદવારી પત્ર ભરાયેલ નથી, જયારે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠકમાં એક ઉમેદવારી પત્ર ભરાયું છે. જેમાં પથુભાઇ મંગાભાઇ સારોલાએ અપક્ષ તરીકે ઉમેદવારીપત્ર ભર્યું છે. આમ ઉમેદવારીપત્રો ભરવાના ત્રીજા દિવસે બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી મોરબી જિલ્લાની વિધાનસભા બેઠકોમાં ફોર્મ ભરવાનું ખાતું ખોલાવ્યું છે. દરમિયાન ત્રીજા દિવસે મોરબી જિલ્લામાં કુલ મળી ૧૪ ફોર્મ ઉપડ્યા હતા જેમાં મોરબી બેઠકમાં ૬ અને ટંકારા બેઠકમાં આઠ ફોર્મ ઉપડ્યા હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.