મોરબી સિરામિક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સમિટમાં વિશ્વભરના મહેમાનો આવશે મોરબી:આવતીકાલ તારીખ 16થી ગાંધીનગરના આંગણે વિશ્વના સૌથી મોટા સિરામિક એક્સપોનો બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફના હસ્તે દબદબા ભેર પ્રારંભ થશે જેવા દેશ-વિદેશના મહાનુભાવો હાજર રહેશે. મોરબી સીરામીક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭ નું આવતીકાલે સવારે ૧૧ કલાકે રંગારંગ કાર્યક્રમ સાથે બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફના હસ્તે ઉદ્ઘઘાટન કરવામાં આવશે. ફિનિશ સીરામીક પ્રોડક્ટ માટેના આ વિશ્વના સૌથી મોટો એક્સ્પો ગાંધીનગર ખાતે ચાર દિવસ સુધી ચાલશે જેમાં વિશ્વભરમાંથી સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનો અને વ્યક્તિગત મુલાકાતીઓ આવશે. ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ સીરામીક એક્સપોને સફળ બનાવવા મોરબી સિરામિક એસોસિએશન અને ઑકટાગોન કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા છ માસ કરતા વધુ સમયથી દેશ-દુનિયાના તમામ દેશોનો પ્રવાસ કરી વ્યક્તિગત આમંત્રણ પહોચાડવામાં આવ્યા હતા જેની ફલશ્રુતિ રૂપે અત્યારથી જ ગાંધીનગર,અમદાવાદ,કડી સહિતના શહેરોની તમામ હોટલો બુક થઈ ગઈ છે અને ગાંધીનગરમાં અનેરો માહોલ જામ્યો છે. મીરબીના સિરામિક ઉદ્યોગની પ્રોડક્ટ વિશ્વ ફલક ઉપર મુકવા યોજાયેલ આ સમિટ સ્થળે આબેહૂબ મોરબીનો માહોલ પણ ઉભો કરવામાં આવ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.