ટંકારાના મિતાણામાં હલરમાં આવી જતા મહિલાનું કરૂણ મોત

- text


મગફળી નકરી કરી વેળાએ ગળું હલરમાં આવી ગયું

ટંકારા:ટંકારના મિતાણા ગામે વાડીમાં મગફળી નકરી કરતી વેળાએ આદિવાસી ખેત મજૂર મહિલાનું ગાળું હલરમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે ટંકારા તાલુકાના મિતાણા ગામે વાડીમાં મગફળી નકરી કરવાનું કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના ગાભવા ગામના વતની ખનાબેન ગુલાબભાઈ ભીલ ઉ.૩૧ નામના મહિલાનું અકસ્માતે હલરમાં ગળું આવી જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના અંગે વધુ તપાસ ટંકારા ઓપી જમાદાર પી.જે.પરમાર ચલાવી રહ્યા છે.

- text

 

- text