અલ્ટોકારમાંથી રોકડ સાથે યુવાનને ઝડપી લેતી મોરબી પોલીસ : આઇટી વિભાગને જાણ કરાઈ મોરબી:મોરબી એ ડિવિઝન પોલીસની ચેક પોસ્ટમાં ચેકીંગ દરમિયાન વધુ ૧૨ લાખ ૨૨ હજાર ૮૦૦ની રોકડ સાથે પોલીસે યુવાનને ઝડપી લઈ આ મામલે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી હાઇવે પર એ ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરાયેલ ચેક પોસ્ટમાં બે દિવસ પૂર્વે ૧૦ લાખની રોકડ ઝડપાયા બાદ મોડીરાત્રે વાહન ચેકીંગ દરમિયાન મારુતિ અલ્ટોકારમાં ચેકીંગ કરવામાં આવતા રાકેશ કેશવજીભાઈ લાલપરા નામનો યુવાન રૂપિયા ૧૨૨૨૮૦૦ની રોકડ સાથે નીકળતા પોલીસે પૂછપરછ કરી હતી. પરંતુ પોલીસ પૂછપરછમાં અલ્ટોકારનો માલિક રાકેશ યોગ્ય ખુલાસો ન કરી શકતા પોલીસે સમગ્ર મામલો ઇન્કમટેક્સના ડેપ્યુટી કમિશનરને જાણ કરતા આ મામલે ઇન્કમટેકસે તપાસમાં ઝુકાવ્યું છે. આમ મોરબી જિલ્લામાં ચૂંટણી સમયે રોકડ ઝડપવાનો બીજો કિસ્સો નોંધાયો છે.