મોરબી:મોરબીના રંગપર બેલા રોડ પર આવેલી સીરામીક ફેકટરીના પાણીના હોજમાં ડૂબી જતાં શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર બેલા રોડ પર આવેલ ઇટાલિયન સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાન રાજુ કાળુભાઇ માવી,ઉ.૧૯ ગઈકાલે અકસ્માતે પાણીના હોજમાં પડી જતા મોત નિપજ્યું હતું.