મોરબી:મોરબી શહેરના લાતી પ્લોટ ૨ ના છેડે આવેલા ખેર સાંભારના વાડી વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા રોષે ભરાયેલા લોકોએ આજે ગંદા પાણી પાલિકા કચેરીના પટાંગણ માં ઢોળ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ-૨ ના છેડે આવેલ ખેર સાંભરના વળી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના પાણી ઉભરાતા આજે સોસાયટીના રહેવાસીઓ દ્વારા પાલિકા કચેરીમાં ઉગ્ર રજુઆત કરવા ટોળું દોડી ગયું હતું. જો કે રોષે ભરાયેલ ટોળું ચીફ ઓફિસરની ચેમ્બરમા ગટરના પાણી ઢોળવા જતા રોકી લેવામાં આવ્યા હતા. બાદમાં આજે રાત્રી સુધીમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી મળતા પ્રશ્ન ઉકેલાયો હતો અને મામલો રાત્રી સુધીમાં ઉકેલવા ખાતરી મળી હતી [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='13887,13888,13889,13890']