કારોબારી સભ્યો અને સલાહકાર સભ્યોને નિમણુંકપત્ર અપાયા મોરબી:તાજેતરમાં મોરબી જિલ્લા માલધારી કોગ્રેસ સમિતિ માલધારી સેલ ના સભ્યો ને નિમણુક પત્ર અને સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા માલધારી સેલ ના ઊપ પ્રમુખ. મહામંત્રી મંત્રી સહમંત્રી સંગઠન મંત્રી તાલુકા માલધારી સેલ ના પ્રમુખો ઊપ પ્રમુખો મંત્રી મહામંત્રી શહેરી પ્રમુખ ઊપ પ્રમુખ મંત્રી મહામંત્રી અને તેમજ કારોબારી સભ્યો ની ટોટલ ૮૫ સભ્યોની નિમણુક આપેલ છે ૧૫ સભ્યો ની સહલાકાર સભ્યો છે તેમ કરી ટોટલ ૧૦૦ સભ્યોની મોરબી જિલ્લા માલધારી સેલ ની સમિતિ બનાવેલ હતી. આ કાર્યક્રમ મા કોગ્રેસ આગેવાનો બ્રિજેશભાઇ મેરજા લલિતભાઇ કગથરા જયંતીભાઇ પટેલ રાજુભાઇ કાવર બેચરબાપા પટેલ કંઝારીયા સાહેબ કોગ્રેસ પક્ષ ના સર્વેયર મનોજભાઇ ચૌહાણ વગેરે કોગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા તેમજ માલધારી સમાજ ના આગેવાનો ભુવા સવા આતા વાલાભાઇ રબારી નાથાભાઇ ભરવાડ ધારાભાઇ રબારી કરશનભાઇ ભરવાડ ભુવા હીરાભાઇ બાર ભુવા, ભવાનભાઇ અજાણા સામતભાઇ રબારી વગેરે આગેવાનો હાજર રહયાં હતા. આ કાર્યક્રમ ગુજરાત કોગ્રેસ સમિતિ માલધારી સેલ ના ઊપ પ્રમુખ રમેશભાઇ રબારી તેમજ મોરબી જિલ્લા માલધારી સેલ ના પ્રમુખ મનસુખભાઇ રબારી એ પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ નુ આયોજન કરેલ હતું.