વાંકાનેર:વાંકાનેરના સિંધાવદરમાં ગઈકાલે બપોરે કેનાલમાં ડૂબી જતાં કોળી કિશોરનું મોત નિપજતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અશ્વિન પરસોતમભાઈ કોળી ઉ.૧૫ ગઈકાલે રાજકોટ રોડ પર આવેલ કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.