૫૯૦ લીટર દેશીદારૂ અને બોલેરો સહિત રૂ.૯૧૮૦૦નો મુદામાલ ઝડપાયો મોરબી:વાંકાનેર-મોરબી હાઇવે ઉપરથી વાંકનેર તાલુકા પોલીસે ચેકીંગ દરમિયાન દારૂથી ચીકાર ભરેલી બોલેરો સાથે બે શખ્સોને ઝડપી લઈ રૂ.૯૧૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે ચેકીંગ દરમિયાન ઢુંવા ચોકડી નજીકથી ૫૯૦ લીટર દેશીદારૂ સાથે નીકળેલા વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર રમેશભાઈ ગોહિલ અને મહમદ હનીફ મોગલ નામના શખ્સોને ઝડપી લીધા હતા. વધુમાં પોલીસે ૧૧૮૦૦ની કિંમતના દેશીદારૂ અને ૮૦ હજારની બોલેરો મળી ૯૧૮૦૦રૂપિયાનો મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.