ઉત્તરપ્રદેશના ચાર રાજપૂત યુવાનો વિરુદ્ધ ફરિયાદ વાંકાનેર:વાંકાનેરના ઢુંવા નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના દલિત યુવાન અને તેની પત્નીને આજ કારખાનામાં કામ કરતા ચાર શખ્સોએ માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરતા એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી હકીકત મુજબ વાંકાનેર ઢુંવા ચોકડી નજીક આવેલ જયસન સિરામિક ફેકટરીમાં કામ કરતા રામસિંગ પ્યારેલાલ વર્મા નામના અનુજાતિના યુવક અને તેના પત્નીને આજ કારખાનામાં કામ કરતા મૂળ યુપીના દિનેશ હેતરામ રાજપૂત,જતીન કુમાર રાજપૂત,રોહિત કુમાર રાજપૂત અને સોનુ રાજપૂત નામના શખ્સોએ તેની ઓરડી પર જઈ મારામારી કરી ગાલીગલોચ કરી ફરિયાદી અને તેમના પત્નીને મારમાર્યો હતો ઉપરાંત જાતિ પ્રત્યે હડધૂત કરતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.