તસ્કરો કબાટ તોડી ૮૦૭૦૦ની રોકડ ઉઠાવી ગયા મોરબી:મોરબીના જીવાપર ગામે આવેલી સહકારી મંડળીમાં તસ્કરો ત્રાટકયા હતા અને કબાટ તોડી રૂપિયા ૮૦૭૦૦ની રોકડ રકમ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જીવાપર ગામેં આવેલ સહકારી મંડળીમાં ખાતર વેચાણ રૂપિયા ૮૦,૭૦૦ ની રકમ તસ્કરો કબાટ તોડી ઉઠાવી જતા આ મામલે સહકારી મંડળીના કર્મચારી ભરતભાઈ રણછોડભાઈ કુનપરા,રહે.જીવાપર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.