જિલ્લાની ત્રણેય બેઠકોના ૮૮૦ મતદાન મથકોમાં મતદાન મથક દીઠ ૪ વ્યકિતઓ ફરજ બજાવશે. જિલ્લામાં ચેકિંગ જુંબેશ દરમિયાન ૬૭૯ લીટર દેશીદારૂ તેમજ ૧૫૯૫૧ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭નું પ્રથમ તબકકાનું મતદાન ૯-૧૨-૨૦૧૭ ના રોજ યોજાનાર છે. આ પ્રથમ તબકકામાં મોરબી જિલ્લાની ૬૫ મોરબી , ૬૬ ટંકારા, અને ૬૭ વાંકાનેર વિધાનસભા બેઠકોનું પણ મતદાન થશે. મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થયેલ અસરકારક કામગીરી વિગતો આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડમાં આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્લાચૂંટણી અધિકારીશ્રી આઇ.કે પટેલે પત્રકારોને વિસ્તૃત વિગતોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય મતદાન નિર્ભયપણે થાય તથા વધુમાં વધુ મતદાન થાય ચૂંટણીઆદર્શ આચાર સંહિતાનો કડક રીતે અમલવારી થાય તે માટે ચૂંટણીપંચની ગાઇડ લાઇન મુજબ અલગ અલગ સ્કોડ અને ટીમોની રચના કરવામાં આવી છે. આ સ્કોડ અને ટીમોએ જિલ્લામાં કામગીરી પણ શરૂ કરી દીધી છે. તેમ જણાવી તેમણે મુખ્યત્વે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારમાં મતદાનની ટકાવારી વધે તે માટેના કાર્યકમોની વિગતમાં સ્વીપ કાર્યક્રમ હેઠળ ચાલી રહેલ મતદાનની જાગૃતિ અભિયાન અંગે જણાવ્યું હતું કે જિલ્લા મુખ્ય રસ્તાઓ મુખ્ય ચોક ઉપર ભીંત સુત્રો હોર્ડીગ અને બેનર્સ દ્વારા મતદારોમાં મતાધિકાર પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરાયો છે. સાથે જિલ્લાનાં ત્રણેય વિધાનસભા વિસ્તારોમાં VVPAT અને મતદાન વિજાણું યંત્ર નિદર્શન તથા જિંગલ દ્વારા પણ મતદાર જાગૃતિ કાર્યક્રમો તેમજ જાહેર જગ્યાઓ અને ચૂંટણી અધિકારીની કચેરીઓ ખાતે પણ VVPAT નિદર્શન સબંધિત ઝોનલ ઓફીસરશ્રીઓ મારફત પણ VVPAT અને મતદાન વિજાણું યંત્રનું નિદર્શન અને પત્રિકા વિતરણ કરાઇ છે.તમામ રાજકીય પક્ષો ઉપરાંત બાર એસોસિયેશન અને ડૉક્ટર્સ એસોસિયેશન (આઈ.એમ.એ.) નાં સભ્યો માટે VVPAT નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મતદાન જાગૃતિ અન્વયે ટંકારા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમા લોકોને મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવેલ અને સંકલ્પ પત્રોનું વિતરણ સાથે સિગ્રેચર કેમ્પેઈનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. ૬૫-મોરબી, વિધાનસભા વિસ્તારમાં LOW VOTER TURN OUT ધરવતા ગામોમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ વાંકાનેર ખાતે ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં આંગણવાડીની બહેનો સાથે મતદાન જાગૃતિ અંગે મીટીંગ યોજવામાં આવેલ હતી. ચૂંટણી અધિકારીએ કાયદો અને વ્યવસ્થા અંગેની વિગતો આપી જણાવ્યું કે કુલ ૯૩૩ હથિયાર પરવાના પૈકી ૮૩૬ હથિયાર જમા લેવામાં આવેલ છે. બિન–જામીનપાત્ર વોરંટ પૈકી ૨૩૧ વોરંટની બજવણી કરવામાં આવેલ છે. કુલ–૬૭૯ લીટર દેશી દારૂ અને ૧૫૯૫૧ બોટલ વિદેશી દારૂ પકડવામાં આવેલ છે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ને સાથે રાખી મતદાન નિર્ભયપણે યોજાય તે માટે જુદા-જુદા સમાજના લોકોને સમજાવી કુલ–૬ સંવેદનશીલ ગામોની મુલાકાત અમોએ લીધેલ છે. જેમા હળવદ તાલુકાના માથક, કડીયાણા અને રાણેકપર તથા મોરબી તાલુકાના નાગડાવાસ અને વિરવિદરકા ગામોનો સમાવેશ થાય છે અને આગામી સમયમાં ત્રણેય વિધાનસભા વિસ્તારને આવરી લેવાય તે રીતે ગામોની મુલાકાત લેવામાં આવશે. જિલ્લામાં બે પેરા મીલીટ ફોર્સની કંપનીઓ આવી ગઈ છે. જિલ્લાના કુલ-૩૦ ગામોમાં અત્યારે સુધીમાં આ કંપની દ્રારા ફલેગમાર્ચ યોજવામાં આવેલ છે., કુલ-૯ ફલાઇંગ સ્કોવોડના વડાને સ્પે. એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટના પાવર એનાયત કરવામાં આવ્યા,અત્યાર સુધીમાં ચૂંટણી સબંધીત વિવિધ વિષયોને આવરી લેતા કુલ-૯ જાહેરનામાઓ બહાર પાડવામાં આવેલ છે.તેમ તેમણે જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આદર્શ આભારસંહિતાની અમલવારી અંગે જણાવ્યુ કે અત્યાર સુધીમાં જિલ્લામાં જાહેર મીલકતો પરથી ૨૦૮૭ અને ખાનગી મિલકતો ઉપરથી ૧૪૬ પોસ્ટર્સ-બેનર્સ અને ભીત સુત્રો દુર કરવામાં આવ્યા છે.,આદર્શ આચારસંહિતાની અમલવારી સંદર્ભે રાજકીય પક્ષો સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે મીટીગ યોજવામાં આવેલ છે. કુલ-૯ ફલાઇગ સ્કોવોડ જી.પી.એસ. સીસ્ટમ ધરાવતા વાહનો સાથે કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ વિભાગ દવારા જિલ્લાના કુલ -૧૮ ચેકપોસ્ટ/નાકાઓ કાર્યરત કરવામાં આવ્યા છે. Shifted મતદારોને પોતાના નવા મતદાન મથકની જાણકારી મળી રહે તે માટે બી.એલ.ઓ મારફત પત્રિકા વિતરણ અને MCC-NOMINATION PROCESS અને ચૂંટણી ખર્ચની જાણકારી બાબતે તમામ રાજકીય પક્ષો સાથે વર્કશોપ યોજવામાં આવેલ છે.,રેલી,સભા અને સરધસની મંજુરી એક જગ્યાએથી મળી રહે તે માટે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે સિંગત વિન્ડો સીસ્ટમ કાર્યરત કરવામાં આવેલ છે.ચૂંટણી સાથે સંકળાયેલા ઝોનલ ઓફીસર અને આસિ.ઝોનલ ઓફિસરોનેચૂંટણી અધિકારીશ્રીઓ દવારા પ્રાથમિક તાલીમ આપવામાં આવેલ છે. વધુમાં ઉમેદવારી પ્રકિયા શરૂ થતાની સાથે જ જિલ્લાના ત્રણેય વિધાનસભા મત વિસ્તારમાં કુલ-૯ SST જી.પી.એસ. સીસ્ટમ ધરાવતા વાહનો સાથે કાર્યરત કરવામાં આવશે. ચૂંટણી સ્ટાફની માહિતી આવતા જણાવ્યું કે ત્રણેય બેઠકના કુલ-૮૮૦ મતદાન મથકોમાં મતદાન મથક દીઠ ૪ વ્યકિતી નિમણુક કરવામાં આવશે. જેથી કુલ ૩૫૨૦ કર્મચારીઓને મતદાન મથક ખાતે ચુંટણી કામગીરીમાં રોકવામાં આવશે., જયારે અન્ય ૨૦૦૦ થી વધુ કર્મચારી/અધિકાીઓને પણ ચૂંટણીલક્ષી અન્ય કામગીરી સોપવામાં આવશે. જેમાં FS,SST,EXPP MONITORING ને લગત અન્ય સ્ટાફ BLO, ઝોનલ ઓફીસર્સ, આસી.ઝોનલ ઓફીસર્સ,માઇક્રો ઓબ્ઝર્વર્સ, રીસીવિંગ/કિસ્પેચીગ સ્ટાફ, EVM માટેનો ટેકનીકલ સ્ટાફ નો સમાવેશ કરવામાં આવેલ છે. આમ પોલીસ સ્ટાફ મળીને કુલ-૭૫૦૦ થી વધારે કર્મચારીઓને ચૂંટણી કામગીરીમાં રોકવામાં આવનાર છે.તેમ તેમણે જણાવ્યું હતું. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='13650,13651,13652']