મોરબી:મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે મોરબી કચ્છ જીલ્લામાં સાત બાઇકની ચોરી કરનાર કુખ્યાત શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે હાલ તેની પાસેથી રૂ.૮૧ હજાર ના પાંચ ચોરાઉ બાઇકને કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની જીલ્લામાં વાહન ચોરીનો ભેદ ઉકેલવા ની સુચનાને પગલે મોરબી એલસીબી ઇન્ચાર્જ પી આઈ આર ટી વ્યાસ સહિતની ટીમ પીપળીયા ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ત્યાંથી એક શખ્સ શંકાસ્પદ હાલત માં બાઇક સાથે પસાર થતા તેને અટકાવીને આ શખ્સ આમદ ઉર્ફે પોપટભાઈ સલેમાનભાઈ નંગામરા રહે ઘાંચી નગર ની પૂછપરછ કરતા તેની પાસે આ બાઇક ચોરીનું હોવાનું ખુલ્યુ હતું, વધુમાં પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા મોરબી અને કચ્છ જીલ્લા માંથી સાત બાઇકની ચોરી કરી હોવાથી કબૂલાત આપી હતી અને પીપળીયા ચાર રસ્તા પાસે સંતાડેલા પાંચ ચોરાઉ બાઇક જેની કિંમત રૂ.૮૧ હજારના કબ્જે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી અવાવરું જગ્યાએ પડેલા બાઇક ને નિશાન બનાવી ચેસીસ નંબર અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરીને બાઇક ચોરીને અંજામ આપતા હોવાનું ખુલ્યુ છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='13544,13545,13546']