મોરબી:આગામી ૯ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે તે હેતુથી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ હાથ ધરાય છે જેમાં આજે ટંકારા ખાતે મતદારને પ્રતિજ્ઞા લેવડવાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને ટંકારા ના એમ. પી. દોશી વિધાલય ખાતે ગઈકાલે સાંજે મતદાન જાગૃતિ લાવવા માટે મિટિંગ નુ આયોજન કર્યું હતું. જેમા ટંકારા ના તમામ વેપારીઓ યુવા મતદારો અને મહિલા ને વધુ ને વધુ મતદાન કરવા માહીતી આપી સાથે સિગ્નેચર બોર્ડ અને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. વધુમાં દરેક મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરીને વધુને વધુ મતદાન કરે માટે મોરબી વહીવટી તંત્ર અને કલેકટર દ્વારા ખાસ કેમ્પીગ ચલાવી રહ્યું છે વિવિપેટ અને તેને લગત માહિતી માટે રથ પણ ટંકારા ના ગામડા ખુંદી રહ્યો છે ત્યારે કલેકટર પટેલ ની અધ્યક્ષતામાં ગઈકાલે સાંજે એમ.પી.દોશી વિધાલયના પટાંગણમાં તમામ કર્મચારી અને વેપારી અને યુવાનો સાથે વાર્તાલાપ કરી અને મોટા બેનર હેઠળ સિગ્નેચર કેમ્પયન પણ હાથ ધરી મતદાન અવશ્ય કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='13462,13463,13464,13465,13466']