મોરબી : ગઈકાલેમોરબીના પંચાસર ગામે આવેલા તળાવમાં ન્હાવા ગયેલા બાળકનું ડૂબી જવાથી મોત નીપજતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીકના પંચાસર ગામે રહેતા દીપક રમેશભાઈ પરમાર (ઉ.વ.૧૨) નામનો બાળક ગઈકાલે બપોરના સમયે ગામમાં આવેલા તળાવમાં ન્હાવા માટે ગયો હતો જે તળાવમાં ડૂબવા લાગતા ગ્રામજનોને જાણ થઇ હતી જેને બાળકને બચાવવા પ્રયાસ કર્યા હતા હતા પરંતુ બાળકને બચાવી શકાયો ન હતો.