મોરબીના આહીર શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં જીવલેણ હુમલો કરતા બનેવીને મળવા આવેલ યુવાનનો ભોગ લેવાયો મોરબી:મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ ગામમાં ગઈકાલે બે આહીર ઈસમો વચ્ચે બપોરના સમયે થયેલા ઝઘડામાં સાંજે એકની લોથ ઢળતા સનસનાટી મચી ગઇ છે,આ ઝઘડામાં રાજકોટથી પોતાના બનેવીને મળવા આવેલા આશાસ્પદ ટ્રાન્સપોર્ટર યુવાનનો ભોગ લેવાતા તેમના આઠ માસના માસુમ પુત્રે પુતાની છત્રછાયા ગુમાવી હતી. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બહાદુરગઢ રહેતા અને ખેતી કામ કરતા કાનજીભાઈ વાલભાઈ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દિનેશ ગગુભાઈ મકવાણા,ધીરુભાઈ ગગુભાઈ મકવાણા,જીગ્નેશ ઉર્ફે હકો અને કિશોર ભીખા ઉર્ફે સુખા ડાંગર મેઘપર વાળા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ગઈકાલે બપોરે ઉપરોક્ત શખ્સોએ તેમની હોટલ આવી ઝઘડો કર્યો હતો. બાદમાં સાંજના સમયે ઉપરોકત ચારેય ઈસમોએ જીવલેણ હુમલો કરવાને ઇરાદે તલવાર,પાઇપ,ધોકા સહિતના હથિયારો લઈ હુમલો કર્યો હતો જેમાં રાજકોટ ભગવતીપરામાં રહેતા અને પોતાના બનેવીને મળવા આવેલા જીગ્નેશ બચુભાઇ ચાવડા ઉ.૩૦ રે જયપ્રકાશ નગર ભગવતીપરા શેરી-૪ રાજકોટ નામના યુવાન ગંભીર રીતે ઘવાતા રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું વધુમાં આ હુમલામાં ચારેય આરોપીઓ ઇજાગ્રસ્ત હોય હાલ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે,ઘટનાની જાણ થતાં ડીવાયએસપી બી.ડી.જોશી,ઇન્ચાર્જ એલસીબી પીઆઇ વ્યાસ,તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલ એચ.એમ રાવલ સહિતનો કાફલો દોડી ગયો હતો. દરમિયાન મૃતક યુવાન જીગ્નેશ ચાવડા રાજકોટ ખાતે શક્તિ ચેમ્બરમા આસ્થા ટ્રાન્સપોર્ટના નામે વ્યવસાય કરતા હોવાનું અને તેઓ બે ભાઈ અને બે બહેનોમાં ત્રીજા નંબરના હોવાનું અને સંતાનમાં વેદ નામનો આઠ માસનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ફોટો : અતુલ જોશી [gallery size='large' td_select_gallery_slide='slide' ids='13301,13302,13303']