મોરબી : મોરબીના લાલપર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતાં પરપ્રાંતીય શ્રમિક યુવાનનું મોટ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સિયોના સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના સત્યપ્રકાશ કંચનસિંહ જાદવ ઉ.૨૮ નામના શ્રમિક યુવાનનું લાલપર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.