ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે કુદરતી સૌંદર્યની ગોદમાં આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે જેની લોકવાયકા મુજબ આ મહાદેવની સ્થાપના ગદાધારી ભીમ મહારાજે કર હોવાનો પૌરાણિક ઈતિહાસ ધરાવે છે.આ ભીમનાથ મહાદેવ મંદિરમાં ગુરુ દત્તાત્રેય મંદીર પણ આવેલુ છે આશરે ૨૦ વર્ષ પહેલા પરિક્માનો પ્રારંભ કરવામા આવ્યો છે. આજથી પાંચ દિવસ ચાલનારી આ પરિક્ર્માનો અનેરા મહિમાનો લ્હાવો લેવા લજાઈ ગામના આજુબાજુના ગામના ભક્તો તેમજ દુરથી પણ આવે છે.અને પરિક્માની રાત્રે ભજન કિર્તન પણ હોય છે. પરિક્માનો પ્રારંભ મહંતશ્રી સોહંમદત બાપુ દ્વારા વિઘિવત રીતે કરાવીને બધા લોકો આસ્થા કેન્દ્ર સમા ' ભીમનાથ મહાદેવ ' દર્શને આવે છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='13210,13211,13212,13213,13214']