ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાભપાચમથી જ ધમધમી ઉઠ્યું છે,ઓણ સાલ સારું ચોમાસુ જતા ખેડૂતો કપાસ અને મગફળીનો ચીકાર જથ્થો યાર્ડમાં ઉતારતા છેલ્લા પાંચ દિવસમાં મોરબી યાર્ડમાં કપાસની ૨૦૨૧૫ મણની વિકર્મી આવક નોંધાઇ છે. દિવાળીના મીની વેકેશન બાદ મોરબી માર્કેટિંગ યાર્ડ લાભ પાંચમે ખુલતા જ કપાસ, મગફળી, તલ, બાજરી, મગ, અડદ, એરંડા, ઘઉં સહીનના પાકોની ધૂમ આવક શરૂ થઈ છે. લાભ પાંચમથી પાંચ દિવસમાં ખેડૂતોએ ૨૦૨૧૫ મણ કપાસ ઠલવાયો હતો જેમાં સૌથી વધુ ગઈકાલે ૬૨૭૫ મણ કપાસ એક જ દિવસમાં યાર્ડમાં ખેડૂતોએ ઠાલવ્યો હતો યાર્ડમાં ખેડૂતોને કપાસના ભાવ રૂ.૬૦૦ થી ૯૪૪ સરેરાશ મળી રહ્યા છે. એ જ રીતે મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પણ ચિક્કાર આવક થઈ રહી છે છેલ્લા પાંચ દિવસમાં જીણી અને જાડી મગફળી માલી કુલ ૮૦૯૦ મણની આવક નોંધાઇ છે અને ખેડૂતોને પ્રતિમણ મગફળીના ૫૦૦ થી ૯૦૯ રૂપિયા ભાવ મળી રહ્યો છે, આ પાંચ દિવસોમાં ૪૨૫૫ મણ ઘઉં, ૬૬૩૫ મણ તલ સહિતની જણસીઓની આવક નોંધાઇ છે. જો કે સરકાર દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ મોરબીની ટેકાના ભાવે મગફળી ખરીદીનું સેન્ટર મળવા છતાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ન કરતા ખેડૂતો આર્થિક નુકશાન સહન કરી રહ્યા હોય ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.