પંચની હાજરીમાં ૯૦૦ગ્રામનો ઉતારો આવવા છતાં રેકર્ડમાં ૧૧.૬૦૦ દર્શાવતા ખેતીવાડી અધિકારીને ફરિયાદ મોરબી : મોરબીના નવા સાદુળકા ગામે ક્રોપ કટિંગ દરમિયાન ગેરરીતિ આચરવામાં આવતા ખેતીવાડી વિસ્તરણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ નવા સાદુળકા ગ્રામ પંચાયત દ્વારા ખેતીવાડી વિસ્તરણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી ક્રોપ કટિંગમાં આચરવામાં આવેલી ગેરરીતિ ખુલ્લી પાડવામાં આવી છે. પંચાયતે લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ ૨૬ ના રોજ પંચોની હાજરીમાં કરવામાં આવેલા ક્રોપ કટિંગમાં કુબેરભાઈ તળસીભાઈ પાચોટીયા સહિતના ખેડૂતના ખેતરોમાંથી મગફળીનું ક્રોપ કટિંગ કરવામાં આવતા ઉતારો ૯૦૦ ગ્રામ આવ્યો હોવા છતાં બાદમાં રેકર્ડમાં ૧૧.૬૦૦ નો ઉતારો દર્શાવવામાં આવ્યો હતો. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે શા માટે એજન્સી દ્વારા વધુ ઉતારો દર્શાવ્યો વધુ ઉતારો બતાવવામાં આવતા ખેડૂતોને આર્થિક નુકશાની જાય તેવી સ્થિતિ પેદા થઈ છે જે ને પગલે હજુ પાક ઉભો છે ત્યાં ફરીથી ક્રોપ કટિંગ કરી સાચા આંકડા દર્શાવવામાં આવે તેવી પંચાયત અને ગ્રામજનો દ્વારા માંગણી ઉજવવામાં આવી છે.