મોરબી : મોરબીના ખાનપર ગામનો રહેવાસી બાળક ગત સાંજથી ગુમ થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને પરિવારજનો બાળકની શોધખોળ ચલાવી હતી. ત્યારે આ બાળક સાંજે અમદાવાદમાં તેમના મામાના ઘરેથી મળી આવ્યાના સમાચાર મળ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખાનપર ગામના રહેવાસી મુકેશભાઈ અમૃતિયાનો ૧૩ વર્ષનો દીકરો યશ અમૃતિયા ગઈકાલે તા. ૩૦ ના સાંજે ૫ વાગ્યાથી ઘરેથી કોઈને કહ્યા વિના જ ગુમ થયો છે. સોમવારે સાંજથી ગુમ થયા બાદ હજુ સુધી તેનો કોઈ પતો નહિ લાગતા પરિવારજનો મોરબી તાલુકા મથકે દોડી ગયા હતા. આઠમાં ધોરણમાં અભ્યાસ કરતુ બાળક ગુમ થઇ જતા પરિવારજનો સાથે ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. તેવામાં આ બાળક અમદાવાદ તેમના મામાના ઘરે હોવાની પરિવારજનોને હાલમાં જાણ થતાં પોલીસ અને પરિવાર બંનેએ રાહતનો દમ લીધો હતો.