મોરબી : મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓના હક્ક અને અધિકાર અંગે જાગૃતિ લાવવા મહિલા અધિકાર સંમેલન યોજાયુ હતું મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ક્રિષ્નાબેન પટેલ દ્વારા મોરબીના ઉમા હોલ,પંચાસર રોડ મોરબી ખાતે મહિલા સમલેન યોજાયુ હતું.આ સંમેલન મહિલાના અધિકારો બાબતે રાખવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓની વધતી જતી વિવિધ મુશ્કેલીઓ અને મહિલાઓના હક્કો બાબતે મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં ગાયત્રીબા વાઘેલા, ભારતીબેન ભીંગરાડીયા, શહેનાઝબેન બાબી, વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા સાહેબ, મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રી કાન્તિલાલ ડી. બાવરવા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમણીકભાઈ ભાલોડીયા, મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા, જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા, મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા, દેવજીભાઈ પરેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નારી શક્તિને બિરદાવી હતી તેમજ આગામી ચુંટણીને ધ્યાને લઇ બહેનોને કોંગ્રેસને જીતાડવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં રસીલાબેન ભોરણીયા, પ્રભાબેન જાદવ, કમલાબેન રાઠોડ, વાલીબેન સોલંકી વગેરે બહેનોએ કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું આયોજન અને સંચાલન ક્રિષ્નાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='13184,13185,13186']